બગસરામાં લેઉવા પટેલ સમાજ ગોકુલપરા, સરદાર પટેલ સોશ્યલ ગૃપ(તાલુકા સંગઠન), સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લી. તથા તાલુકા ખોડલધામ સમિતિ-બગસરાનાં સંયુકત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અખંડ ભારતનાં શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ સરદાર ચોકમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને લેઉવા પટેલ સમાજનાં અગ્રણીઓએ હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હાજર રહેલા અગ્રણીઓએ સરદારનાં વિચારોને અમલમાં મૂકવા અને તેમના જીવન-કવન વિશે વાતો કરી હતી.