રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ બગસરામાં પાલિકા દ્વારા સતત ત્રીજા દિવસે ફાયર સેફ્‌ટી તેમજ એન.ઓ.સી. વગરના કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શીલ કરાયા બાદ આજે બગસરાનું પીઠું ગણાતું હોય તેવા હીરાના કારખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના તમામ કારખાનાને ચેક કરી જ્યાં ફાયર સેફ્‌ટી ના હોય ત્યાં ચેકીંગ વેળાએ એક્સપાયરી ડેટના બાટલા હાથ લાગ્યા હતા. તમામ બાટલાનો નાશ કરી નવા બાટલા મૂકવા તેમજ ફાયર સેફ્‌ટી માટે પાલિકા દ્વારા તત્કાલ કાર્યવાહી કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. આ તકે મામલતદાર તેમજ ચીફ ઓફિસર તેમજ જીઇબી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ પણ સાથે રહ્યો હતો. તંત્ર દ્વારા આ કામગીરી કરાતા વેપારીઓ તેમજ બગસરાના કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ધરાવતા તમામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.