શિવ બાબા માનવસેવા ગ્રુપ, બગસરા દ્વારા સાકેતવાસી હરિલાલ પ્રેમશંકરભાઈ વ્યાસ મામાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વિમલબેન હરિલાલ વ્યાસ (શીતલ આઈસ્ક્રીમ વાળા) પરિવારના આર્થિક સહયોગથી યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમરેલીના સહકારથી યોજાયેલ આ કેમ્પમાં ૯૪ વ્યક્તિઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને અનેક લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં પોતાનું અનરું યોગદાન આપ્યું હતું. આ કેમ્પમાં નીતાબેન અને દયાબેન ખેતાણી પરિવાર તરફથી દરેક રક્તદાતાઓને સ્પેશિયલ ગિફ્‌ટ આપવામાં આવેલ હતી, જે બદલ શિવ બાબા માનવસેવા ગ્રુપે આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પનું ઉદ્‌ઘાટન બગસરાના વતની કનુભાઈ ગાંઠાણી તથા સિનિયર સિટીઝન પરિવારના અગ્રણી સભ્યો, દેવચંદભાઈ સાવલિયા સહિતના હાજર રહ્યા હતા.