બગસરા ખાતે સંનિષ્ઠ શિક્ષકો હિરેનભાઈ ચૌહાણ, સંજયભાઇ ખાંદલ અને નિકુંજભાઈ જાદવના આયોજન હેઠળ “પિતા – પ્રેમ નો પર્યાય” કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે નવો અભિગમ લાવતા આ શિક્ષકોના આ કાર્યક્રમમાં કોઈ પ્રોટોકોલ, મુખ્ય મહેમાન, દીપ પ્રાગટ્ય કે અલ્પાહાર નહોતા, છતાં શ્રોતાઓની શિસ્ત અને સમયપાલન ઉડીને આંખે વળગ્યા હતા. કાર્યક્રમમાં પિતા-પુત્ર અને પિતા-પુત્રીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી, જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કવિ સ્નેહી પરમારે પિતા-પુત્રના સંબંધોને પોતાની આગવી શૈલીમાં રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. રજીસ્ટ્રેશન દ્વારા જોડાયેલા અને સ્વયંભૂ આવેલા લોકો ઉપરાંત, શહેરની વિવિધ જ્ઞાતિઓના પ્રમુખોઓએ પણ હાજરી આપી હતી.










































