બગસરામાં વાડીની બાઉન્ડ્રી પાસે પીઢો ખોડવાની ના પાડતાં મુંઢમાર માર્યો હતો. શંભુભાઈ રમેશભાઈ બારૈયાએ જગદીશભાઈ મનજીભાઈ લુણાગરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, જયભાઇ બોરડની વાડીની બાઉન્ડ્રી પાસે પીઢો ખોડવાનું કામ કરતા હોય ત્યારે આરોપીએ આવી તેમને પીઢો ખોડવાની ના પાડી હતી. ઉપરાંત લોખંડની પરાઇનો એક ઘા જમણા પગમાં મારી મુંઢ ઇજા કરી હતી.







































