બગસરા મોટી હવેલી ખાતે શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના ૫૪૯મા પ્રાદુર્ભાવ મહોત્સવની ઉજવણી પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞા અને પૂ.પા.ગો. ૧૦૮ ચિ. રાસેશ્વર બાવાના માર્ગદર્શન હેઠળ સોમવારે ધામધૂમથી કરવામાં આવશે. વહેલી સવારે પ્રભાત ફેરી, ધ્વજ વંદન અને મંગળા આરતી યોજાશે. ત્યારબાદ પલના દર્શન, નંદ મહોત્સવ અને રાજભોગ સાથે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું છે. સાંજે ગોકુળપરાથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં વચનામૃત અને કેશરી સ્નાનના મનોરથ બાદ કીર્તન અને અલ્પાહાર સાથે ઉત્સવની પૂર્ણાહુતિ થશે.