બગસરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક યુવકને લગ્ન માટે યોગ્ય પાત્ર મળતું ન હોવાથી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે અનુબેન લાલજીભાઈ ડુંબાળીયા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર સંજયભાઈ લાલજીભાઈ ડુંબાળીયા (ઉ.વ.૨૫) ઘણા સમયથી લગ્ન કરવાનું કહેતો હતો. લગ્ન માટે યોગ્ય પાત્ર મળતું ન હોવાથી આ બાબતે લાગી આવતા પોતાની મેળે મકાનમાં આવેલ છતના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.જે.બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે. દામનગરમાં રહેતી એક યુવતીએ પાંચ દિવસ પહેલા ગળાફાંસો ખાધા બાદ તેને સારવારમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવારમાં મોત થયું હતું. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.વી.મજીઠીયા વધુ તપાસ કરી રહ્યા છે.