બગસરામાં રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે શહેરમાં પ્રથમ વખત બજરંગ દળની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. અમરેલીમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા માટે ડો. પ્રવીણ તોગડીયા આવવાના હોવાથી તમામ લોકોએ આ શોભાયાત્રામાં જોડાવા અને હિન્દુ એકતા બતાવી શક્તિ પ્રદર્શન કરવું તેવું આયોવન કરેલ છે. આ મિટિંગમાં ખાસ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ તથા સૌરાષ્ટ્ર હેલ્થના અધ્યક્ષ ડોક્ટર દેસાણીએ ખાસ હાજરી આપેલ. આ મિટિંગ દરમિયાન ડો. દેસાણીએ બજરંગ દળની કામગીરી વિશે ચર્ચા કરી હતી અને હાલમાં હિન્દુ હેલ્પલાઈન શરૂ કરેલ છે જેમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ મુશ્કેલી પડે તો આ હેલ્પલાઈનનો સંપર્ક કરવા જણાવેલ છે. આગામી મિટિંગમાં ત્રિશુલ દીક્ષા પણ આપવામાં આવશે અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અમરેલી ખાતે એક મહારેલી યોજાશે, તેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવી તેવાં અનેક ઉદ્દેશ સાથે આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગને રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા મંત્રી હિતેશભાઈ જોશી વગેરેએ સફળ બનાવી હતી. આ મિટિંગમાં શહેરના સ્થાનિક ડોક્ટરો તેમજ અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.