બગસરા શહેરમાં આજે દશેરા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં રાજપૂત સમાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે, જ્યારે આરએસએસએ જનતા વિદ્યાલય ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ મંગલસિંહ રાઠોડ, સમાજના ટ્રસ્ટીઓ, આરએસએસના સ્વયંસેવકો તેમજ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે, આરએસએસ દ્વારા પથસંચલનની રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને જનતા વિદ્યાલય ખાતે સમાપન થયું હતું.