બગસરામાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં એક યુવકને રસ્તામાં ઉભો રખાવી કાંઠલો પકડી ખેંચીને ગાળો આપી હતી. ઉપરાંત ઢીકાપાટુ માર્યા હતા. તેમજ નેફામાંથી છરી કાઢી ત્હોમતદારને મારવા દોડ્યો હતો.બનાવ અંગે મયુરભાઈ મુકેશભાઈ કટેશીયા (ઉ.વ.૨૭)એ સુમન બાવાજી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તથા સાહેદ હીરા ઘસવાના કારખાનેથી રિસેસ પડી હોવાથી બંને મોટર સાયકલ લઈને ઘરે જતા હતા તે દરમિયાન નટવરનગરના ગેઇટ પાસે આરોપીએ તેમની મોટર સાયકલ ઉભી રખાવી કાંઠલો પકડી નીચે ખેંચી લીધા હતા. તેમણે ગાળો દેવાની ના પાડતાં ઉશ્કેરાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ નેફામાંથી છરી કાઢી તેમને મારી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ.મીગ વધુ તપાસ કરી રહ્યા છે.