બગસરામાં ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે આ બેઠકમાં હાજર પ્રભારી સુરેશભાઈ ગોધાણી, ધારાસભ્ય જે.વી.કાકડીયા, અશ્વિનભાઈ સાવલીયા, રાજેશભાઈ કાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ કોટડીયા સહિતનાઓની હાજરીમાં અનિલ સાવલીયા, મોહિત સાવલીયા, અશોક સાવલીયા, હિંમતભાઈ સતાસીયા, ઘનશ્યામ હિરપરા, અમૃતલાલ પરમાર, રેખાબેન પરમાર, ભાવેશ પરમાર, જીતુ બોરીચા સહિતનાઓ ભાજપમાં જોડાયા હતા.