બગસરા શહેર ખાતે યોજાનારી આગામી તિરંગા યાત્રાના આયોજનને લઈ મામલતદારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકનું આયોજન નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મામલતદાર ભીંડી, નાયબ મામલતદાર નિહાર વઘાસીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયા, પીએસઆઇ ગઢવી, પાલિકાના હેડ ક્લાર્ક ખીમસુરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તિરંગા યાત્રાને લઇ મામલતદારે જણાવ્યું હતું કે આ વર્ષની તિરંગા યાત્રા બગસરા મેઘાણી હાઈસ્કૂલથી શરૂ કરી મામલતદાર કચેરી સુધી યોજાશે તેમજ આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે તમામ રાજકીય અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, આંગણવાડી સંચાલકો સહિત તમામ સંસ્થાઓના આગેવાનો આ ઉજવણીમાં જોડાશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે રંગોળી, ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવશે.