બગસરામાં રહેતા જીજ્ઞેશભાઈ વસંતભાઈ કુંભાર (ઉ.વ.૩૧)એ ઘનશ્યામભાઈ કાળુભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે આરોપીના ઘર પાસે આરોપીને કહ્યું કે ગઈકાલે સાંજે મારા ઘરે શા માટે આવ્યો હતો. તેમ કહેતા આરોપીને સારૂ નહી લાગતા કાંઠલો પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત મોટા બાપુના દિકરા અનિલભાઈ છોડાવવા વચ્ચે પડતા આરોપીએ તેને ધક્કો મારતા તેને પણ ડાબા પગના ભાગે ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઘનશ્યામભાઈ કાળુભાઈ સોલંકી (ઉ.વ.૩૫)એ જીજ્ઞેશભાઈ વસંતભાઈ કુંભાર તથા અનીલભાઈ ભીખુભાઈ કુંભાર સામે નોંધાવેલી વળતી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ઘરે હતા ત્યારે આરોપીઓએ આવી કહ્યું કે ગઈકાલ સાંજે મારા ઘરે શા માટે આવેલ હતા તેમ કહીને ગાળો દેવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો દેવાની ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ ઢીકાપાટુનો માર મારી તેમના દાદીને ધક્કો માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને કેસની તપાસ બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બળસટીયા કરી રહ્યા છે.