બગસરામાં એક યુવકને અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેની દીકરીને ઉઠાવી લેવાની ધમકી આપી હતી. બનાવ અંગે હરેશભાઇ મેઘજીભાઇ શેખવા (ઉ.વ.૪૫)એ અજાણ્યા મોબાઇલ નંબર ધારક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બે અજાણ્યા નંબર પરથી આવેલા ફોન કરી તેમની દિકરીને ઉઠાવી લેવાની ધમકી આપી હતી. તેમજ તેમની બન્ને દિકરીઓના મોબાઇલમાં ફોન કરી તમારા પપ્પાનો મિત્ર છું મને ગુગલ પેમાં પૈસા મોકલ તેવુ કહ્યું હતું. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ એચ મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.