બગસરામાં સોમવારની વહેલી સવારે મોટા બસ સ્ટેશન નજીક એક યુવકનો મૃતદેહ પડેલો હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવકનો મૃતદેહ કબજે કરી બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ એલસીબીને થતા એલસીબી પણ ઘટનાસ્થળે આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આસપાસના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા પરંતુ સીસીટીવી કેમેરામાં પણ યુવક કઈ રીતે અહી જાહેર રોડ પર પડ્યો હતો તેની કોઈ જ માહિતી પોલીસને મળી નહોતી. યુવકનુ મોત હત્યાનો બનાવ હોય તેવી આશંકા સાથે પોલીસે લાશને ભાવનગર એફએસએલમાં મોકલી આપી હતી. જા કે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવકને હૃદયરોગનો હુમલો આવ્યો હોય અને તેનુ મોત નિપજ્યુ હોય તેવો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આમ છતાં પોલીસે યુવક સાથે આંટા મારતા અમુક શખ્સોને રાઉન્ડઅપ કરી યુવક વિશે પુછપરછ કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.