બગસરા અને વિસાવદરમાં સેવાભાવીઓ દ્વારા દરેક સ્મશાનમાં અસ્થિબેન્ક ઉભી કરવામાં આવી છે. આ બેન્કમાં મૃતકોના અસ્થિઓને એકત્ર કરી એકસાથે તમામ અસ્થિઓનું સેવાભાવીઓ દ્વારા હરિદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ગંગા નદીમાં અસ્થિ વિસર્જન થાય તે પહેલા મૃતકોના સ્વજનોના હસ્તે અસ્થિ પૂજન કાર્યક્રમ કરાયો હતો. આ સેવાકિય કાર્ય છેલ્લા ૧૦ વર્ષથી દિપકભાઈ પંડયા અને મયુરભાઈ પંડયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અસ્થિપૂજનમાં ગીરધરભાઈ બારોટ, છેલબાપા ત્રિવેદી, જગુભાઈ કોટીલા સહિતનાઓ સેવાકિય સહયોગ આપી રહ્યાં છે.