બગસરામાં છેલ્લાં ૧૬ વર્ષથી સેવાભાવિ દિપકભાઈ પંડયા, મયુર પંડયા અને ગીરધરભાઈ સોલંકી દ્વારા મૃતકોના અસ્થિઓ એકત્ર કરી આ અસ્થિઓનું શાસ્ત્રોક્ત વિધિથી ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે.બગસરા શહેરમાં આવેલા તમામ સ્મશાનોમાં અસ્થિ બેંકમાંથી તમામ અસ્થિઓને એકત્ર કરી હરિદ્વાર જતા પહેલા આ અસ્થિઓનું મૃતકોના પરિવારોના હસ્તે તેમનું પૂજન કરવામાં આવે છે. જેથી આગામી તા.૧પને રવિવારના રોજ સવારના ૧૦ કલાકે હિન્દુ સ્મશાન, અમરેલી બાયપાસ રોડ ખાતે અસ્થિઓનું પૂજન કરવામાં આવશે તો જે મૃતકોના અસ્થિઓનું પૂજન થનાર છે તેના પરિવારજનોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પૂજન બાદ અસ્થિઓને હરિદ્વાર લઈ જવાશે.