બગસરામાં સેવાભાવીઓ દીપકભાઈ પંડ્‌યા અને મયુર પંડ્યા છેલ્લા ૧૫ વર્ષથી બગસરા અને વિસાવદર તાલુકાના અસ્થિઓ એકત્ર કરી હરિદ્વારમાં વિસર્જન કરવાનું કાર્ય કરી રહ્યા છે. બગસરાના માધવ સ્મશાન ખાતે મૃતકોના અસ્થિઓનું વિસર્જન થાય તે પૂર્વે સ્વજનોના હાથે પૂજન કરાયું હતું. છેલદાદા ત્રિવેદીએ મંત્રોચ્ચાર સાથે વિધિ કરાવી હતી. હરિદ્વારમાં જ અસ્થિ વિસર્જન શા માટે કરવું જોઈએ તે માટે ગિરધરભાઈ સોલંકી દ્વારા સ્વજનોને માહિતગાર કરાયા હતા તેમ જ બાલા ભગતની ટીમ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. તમામ અસ્થિઓ એકત્ર કરી શનિવારે સેવાભાવીઓ દ્વારા હરિદ્વાર ખાતે ગંગામાં વિસર્જન કરાશે. આ કાર્ય છેલ્લા ૧૫ વર્ષથી સ્વખર્ચે કરવામાં આવી રહ્યું છે.