બગસરામાં મફતપરા વિસ્તારમાં ૫૦ વર્ષથી રહેતા લોકોએ જિલ્લા કલેકટર અને બગસરાના પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપીને માગણી કરી છે કે, તેમના મકાનોને રીવાઇઝ કરીને લીગલ પ્લોટ ફાળવીને માપણી પણ કરવામાં આવે. જેથી આ વિસ્તારમાં રહેતા લોકોને સરકારના તમામ લાભો મળી શકે અને અહીં રહેતા લોકોના મકાનોના દસ્તાવેજ કરવામાં આવે અને તમામ હકો આપવામાં આવે. આ માગણી સાથે સ્થાનિક ૨૦૦ કરતાં વધારે લોકોએ ભેગા મળીને આ આવેદનપત્ર આપ્યું હતું. આ તમામ લોકોએ અગાઉ ૨૭-૦૧-૨૦૨૧ના રોજ પણ આવેદન આપ્યું હતું પરંતુ તેને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.










































