બગસરામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે. બગસરાના મામલતદાર પ્રશાંત ભીંડીએ મતદારોને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત બગસરા તાલુકાના ૯૪ વિધાનસભાના ૭૪ મતદાન બૂથ અને વિસાવદર ૮૭ વિધાનસભાના ૭ બૂથ પર કાર્યવાહી હાથ ધરાશે. મતદારો પોતાની યાદીમાં કોઈપણ પ્રકારનો સુધારો કરાવવા માટે સંબંધિત મતદાન મથકે જઈ શકશે. આ કાર્યક્રમ દરમિયાન દરેક મતદાન મથકે બૂથ લેવલ ઓફિસરના કર્મચારીઓ હાજર રહેશે.









































