મતદારોમાં જાગૃતિ આવે તે માટે બગસરામાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ અધિકારી તેમજ પ્રાંત કચેરી તેમજ તાલુકા પંચાયત
બગસરાના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.
મામલદાર, પ્રાંત અધિકારી તેમજ ટીડીઓ સહિત મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ લોકોને મતદાન કરવા પ્રેરણા આપવા માટે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દ્વારા લોકોને મતદાન કરવું એ આપણી નૈતિક
ફરજ છે તે સમજીને મતદાન અવશ્ય કરવું, મતદાન આપણો અધિકાર છે તે વિશે માહિતી આપવામાં આવી હતી. આ રેલીમાં આશરે ૫૦૦ જેટલા કર્મચારીઓ જોડાયા હતા.