હાલમાં જ કાશ્મીરના પહેલગામ ખાતે હિન્દુઓ ઉપર કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ હિન્દુ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન રાખવામાં આવેલ છે માટે સમસ્ત હિન્દુઓને આ રેલીમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવેલ છે તેમજ મંગળવારના રોજ ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દર વર્ષે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેલી તેમજ બ્રહ્મચોર્યાસી કરવામાં આવતી હતી તે આ વર્ષે મોકૂફ રાખવામાં આવેલ છે તેમજ બ્રહ્મસમાજ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના આગેવાનોને સાથે રાખીને આગામી ૨૯ તારીખના રોજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમજ આજે રવિવારના રોજ સવારના ૯ઃ૩૦ કલાકના રોજ સમસ્ત હિન્દુ સમાજ, સનાતન ગ્રુપ, વેપારી મહામંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તેમજ બીજી અનેક સંસ્થાઓ સાથે રહીને આ મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલી વિજયચોકથી લઇ શહેરની મુખ્ય બજારોમાં ફરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ પહોંચી મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે.