અમરેલી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ સમિતિ માર્ગદર્શિત બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તેમજ બી.આર.સી.ભવનના સંયુક્ત ઉપક્રમે બગસરામાં બી.આર.સી.ભવન ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આ તકે બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિડા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઇ કોટડીયા, શહેર ભાજપ મંત્રી પ્રવીણભાઈ બોરડ, નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ, દિવ્યેશભાઈ દુધરેજીયા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સમીરભાઈ શેખ, ઉપપ્રમુખ વનરાજભાઈ ધાધલ, મંત્રી વિપુલભાઈ ગજેરા, તાલુકા શિક્ષક શરાફી મંડળી પ્રમુખ જીજ્ઞેશભાઈ ઠુંમર, મંત્રી હાર્દિકભાઈ બાવીસી, કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહેલ. તાલુકાની કુલ ૨૫ કૃતિઓ આ પ્રદર્શનમાં રજૂ થઇ હતી, જેમાંથી શ્રેષ્ઠ ૫
કૃતિને જિલ્લા કક્ષાએ મોકલાશે. આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ.