બાળ કેળવણી મંદિર બગસરા સંચાલિત બાલભવન ખાતે તા.૨૯/૦૪/૨૨ થી તા.૦૬/૦૫/૨૨ સુધી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ગ્રીષ્મ શિબિરમાં બગસરા શહેર અને બાબાપુર સંસ્થાના ૧૨૫ થી વધારે બાળકોને ૧૮ જેટલા અલગ અલગ તજજ્ઞો દ્વારા વિવિધ સર્જનાત્મક પ્રવૃતિઓ શીખડાવવામાં આવી હતી. રાજકોટ, ભાવનગર, લોકભારતી સણોસરા, વડોદરા વગેરે જગ્યાએથી અનુભવી અને અભ્યાસુ શિક્ષણપ્રેમી તજજ્ઞો દ્વારા બાળગીતો, બાળવાર્તા, બાળ રમતો, ગણિત વિજ્ઞાનના મોડેલ્સ બનાવવા, વેસ્ટમાંથી બેસ્ટ, ક્રાફ્‌ટ એકટીવીટી, પપેટ શો વગેરે પ્રવૃતિ દ્વારા બાળકો પોતાનું અસલી બાળપણ માણી શકે તેનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ હતું.