બગસરા શહેરનાં ઇતિહાસમાં પ્રથમ વખત મહાશિવરાત્રી નિમિત્તે પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગેશ્વર મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને ભૂતનાથ મહાદેવનાં સાનિધ્યમાં આ પાલખીયાત્રાની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન બગસરાની તમામ સંસ્થાઓનો જેવી કે ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ તેમજ કિરાણા એસોસિયેશન તેમજ બગસરાનાં તમામ વેપારીઓએ બંધ પાળ્યો હતો અને મહાદેવની આ પાલખી યાત્રામાં જોડાયા હતા. લોકો દ્વારા આ યાત્રામાં ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને એક અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો. આ યાત્રા દરમિયાન અલગ અલગ સંસ્થાઓ દ્વારા ફરાળ તેમજ ઠંડા પીણાનાં સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.