બગસરામાં પોલીસ ફરિયાદના મનદુખમાં દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને પક્ષોએ આ મુદ્દે સામ સામી ફરિયાદ નોંધાવી હતી. અબ્દુલ હબીબભાઈ કાળવાતરે મુસ્તફા ઇલ્યાસ કાળવાતર, ઇલ્યાસ અજીત કાળવાતર, અર્ષદ અલારખ કાળવાતર, અલારખ અજીત કાળવાતર, અલી અજીત કાળવાતર, આફતાબ ઇલ્યાસ કાળવાતર, જાહીદાબેન ઇલ્યાસ કાળવાતર, ફિરોજાબેન મુસ્તફા કાળવાતર, નજુબેન અલીભાઇ કાળવાતર તથા શરીફાબેન અલારખભાઇ કાળવાતર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના દીકરા ફારીજએ મુસ્તફા વિરૂધ્ધ આશરે દસેક મહિના પહેલા પોલીસ ફરીયાદ કરી હતી. જેનુ મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી તેમને તથા તેના દીકરા સાહેદ સાકીર પાસે આવી જેમફાવે તેમ ગાળો આપી હતી. તેમજ તમારા દિકરા ફારીજે મારા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કેમ કરી તેવું કહી પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ સમયે મારા પત્નિ જરીનાબેન તથા માતા બા જેનુબેન આવતા તેઓને પણ આરોપીઓએ શરીરે મુંઢમાર માર્યો હતો. ઉપરાંત જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઇલ્યાસભાઇ અજીતભાઇ કાળવાતરે અબ્દુલકાદરભાઇ હબીબભાઇ કાળવાતર, સાકીરભાઇ અબ્દુલહબીબ કાળવાતર, ફારીજ અબ્દુલકાદરભાઇ કાળવાતર તથા જરીનાબેન અબ્દુલકાદરભાઇ કાળવાતર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના દીકરા મુસ્તફા વિરૂદ્ધ ફારીજ અબ્દુલકાદરભાઇ કાળવાતરએ આશરે દસેક મહિના પહેલા ફરીયાદ કરી હતી. તેનું મનદુખ રાખી તેમના દીકરા મુસ્તફા તથા ભત્રીજા અરશદ સાથે મારામારી કરી હતી. તેમને જેમફાવે તેમ ગાળો આપી અબ્દુલકાદરભાઇએ તેમને પકડી રાખી સાકીરે લોખંડની પાઈપના ઘા મારી ફ્રેક્ચર કર્યું હતું. ઉપરાંત ફારીજએ પોતાના હાથમાં રહેલી તલવાર વડે માથામાં એક ઘા માર્યો હતો. જે બાદ તેમને તથા સાહેદ મુસ્તફાભાઇ તથા સાહેદ અરશદભાઇને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ એચ મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.