બગસરામાં સાત માસ પહેલા જ પી.આઈ તરીકે કાર્યરત થયેલા પી.આર. વાઘેલાની બદલી ભરૂચ થતા શહેર આગેવાનો દ્વારા ભવ્ય વિદાયમાન અપાયુ હતું. શહેરમાં પી.આઈ. તરીકે ચાર્જ સંભાળતા સાથે જ લુખ્ખાઓ સામે કડક હાથે કામગીરી કરનાર પી.આર.વાઘેલાની ભરૂચ ખાતે બદલી થઈ હતી જેથી શહેરના સામાજિક અને રાજકિય આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તેમને વિદાયમાન અપાયુ હતું. તેમના સ્થાને સાયબર સેલના પી.આઈ.હરેશ મકવાણાને બગસરા પી.આઈ.નો ચાર્જ સોંપવામાં આવ્યો છે.