પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બગસરા શહેરના પૌરાણિક બગેશ્વર મહાદેવ મંદિરે બગસરામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓએ પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો. પી.આઈ. વી.કે. ગોલવેલકર તથા પી.એસ.આઈ. મારૂ ભક્તિભાવપૂર્વક મહાદેવની પૂજા કરી હતી. સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી ભીખુભાઈ મહેતાની ઉપસ્થિતિમાં બગસરાના પ્રખર શાસ્ત્રી ઈશુભાઈ પંડયાએ ધાર્મિક વિધિ કરાવી હતી. બગેશ્વર મહાદેવ મંદિર બગસરાની આસ્થાનું પૌરાણિક કેન્દ્ર હોવાનું સ્થાનિકોમાં માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી રહ્યા છે.