બગસરામાં પીજીવીસીએલ દ્વારા બાયપાસ રોડ પર નવી લાઇન નાખવા સમયે વૃક્ષોનું નિકંદન કાઢતા વન વિભાગે દંડ ફટકારેલ છે. બગસરામાં પીજીવીસીએલ દ્વારા હડાળા ચોકડીથી માણેકવાડા તરફના બાયપાસ રોડ પર નવી લાઈન નાખતા સમયે આડેધડ વૃક્ષોને કાપવામાં આવ્યા હતા. આથી વન વિભાગને મળેલી બાતમીના આધારે કુંકાવાવ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કામ કરતી કોન્ટ્રાક્ટ કંપનીના મહેશભાઈ ભરતભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમની પાસેથી રૂ. ૨૦૦૦નો દંડ વસુલ કર્યો હતો અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની શરતે જામીન પર મુક્ત કર્યા હતા. વૃક્ષ કાપવાની આવી પ્રવૃત્તિથી વનપ્રેમીઓમાં કચવાટ ફેલાયો હતો.