બગસરામાં હાલ રોગચાળાની સ્થિતિનું નિર્માણ થયું છે. પાણીજન્ય રોગ, ઠેર ઠેર ગંદકી અને પાણીના ખાબોચિયા ભરાવાથી મચ્છર જન્ય રોગોથી ઘરે ઘરે દર્દીઓના ખાટલા જોવા મળી રહ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર અને નગરપાલિકાએ બગસરામાં ઘરે ઘરે સર્વે કર્યો છે. હાલમાં ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની અસરથી જિલ્લા પંચાયત અને પાણી પુરવઠા ટીમે ઘરે ઘરે સર્વે કર્યો હતો. દવાના છંટકાવ તેમજ ભરેલા પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. પાલિકા ચીફ ઓફિસર દ્વારા રોગચાળા અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે આયોજન કરાયું હતું.