વિસાવદરમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો. જે સંદર્ભે તેને કેસ પાછો ખેંચી લેવાનું કહી ગાલ પર ઝાપટ મારવામાં આવી હતી. બનાવ અંગે દયાબેન દિલીપભાઈ રાઠોડ (ઉ.વ.૩૩)એ બાલાપુર ગામે રહેતા પતિ અનિલ જીવાભાઈ દાફડા, ભુપતભાઈ પ્રેમજીભાઈ રાઠોડ તથા એક અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે તેના પતિ દિલીપ વિરૂદ્ધ બગસરા કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. જેનું મનદુઃખ રાખી તેના પતિના બનેવી અનીલ જીવાભાઇ દાફડા તથા કુટુંબી જેઠ ભુપતભાઇ પ્રેમજીભાઇ રાઠોડ તથા એક અજાણ્યા ઇસમે આવી કેસ પાછો ખેચી લેવાનું કહી ગાળો આપી હતી. અનીલભાઇએ તેને ગાલ ઉપર ઝાપટ મારી હતી. તેમજ ભુપતભાઇએ હાથમાં નખથી છોલાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ. મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.