અખાત્રીજ એટલે કે પરશુરામ જયંતીની બગસરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેતપુર રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે સવારે ૯ કલાકે મહાઆરતી યોજવામાં આવી હતી. મહાઆરતી બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભૂદેવો ફોર વ્હીલર અને બાઇક સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં. આ શોભાયાત્રા પોલીસ સ્ટેશન ગાયત્રી મંદિર, ગોંડલીયા ચોક થઇ બ્રહ્મસમાજની વાડી ખાતે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં બહેનો પણ જાડાઇ હતી. બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.