બગસરામાં ફેમિલી કોર્ટે પત્નીને ભરણપોષણની રકમ ન ચૂકવવા બદલ કસૂરવાર ઠરતા આરોપીને ૮૦ દિવસની કેદની સજા ફટકારી છે. બગસરા શહેરના ગોકુલ પરા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ પાંચાભાઇ રાંકને કોર્ટ દ્વારા નક્કી થયેલી ભરણપોષણની રકમ આઠ હજાર પત્નીને ચૂકવવા આદેશ કરાયો હતો. આ બાબતનું ધરપકડ વોરંટ તેઓ સ્વીકારવાનું ટાળતા હતા તેમજ લાલજીભાઈએ આવકના પૂરતા સાધન હોવા છતાં ૧૬ માસથી ચડત રકમ એક લાખ ત્રીસ હજાર પુરા ચૂકવવામાં કસૂર કરેલ હોવાનું સાબિત થતા તેમજ તે અંગેનો કેસ ફેમિલી કોર્ટમાં ચાલી જતા ચુકાદામાં લાલજીભાઈને ૮૦ દિવસની સાદી જેલની સજા ફરમાવવામાં આવેલ છે. ફેમિલી કોર્ટના કડક વલણને કારણે ભરણપોષણની રકમ ન ચૂકવતા પતિઓમાં ફફડાટ ફેલાયો છે.