બગસરામાં ગોકુલપરા પટેલવાડી ખાતે આગામી તા. ૩-જૂન ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નીમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ પોતાનું નામ નોંધાવવું ફરજિયાત છે. લાભ લેવા ઇચ્છતા લોકોએ મો. નં. ૯૪ર૮૪ ૬૯૭ર૩ અથવા ૯૯રપ૪ રપ૧૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. કેમ્પમાં નિષ્ણાત તબીબો સેવા આપશે. ખાસ કરીને આ કેમ્પમાં એક્સ-રે તથા લેબોરેટરીની પણ વ્યવસ્થા કરવામાં આવશે.