બગસરા શહેરમાં વર્ષોથી ધોકાનો દિવસ પાળવામાં આવ્યો નથી. આ વર્ષે પણ બે દિવસ દિવાળી હોવાથી એક દિવસ ધોકાનો દિવસ ગણાય છે. બગસરાના તમામ મંદિરના કોઠારી સંતો દ્વારા થયેલ નિર્ણય મુજબ શહેરમાં ૧ નવેમ્બર રોજ અન્નકૂટના દર્શન યોજવામાં આવશે. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બેસતુ વર્ષ તારીખ ૨ નવેમ્બરના રોજ ઉજવવા માટે જાહેર બોર્ડ મૂકવામાં આવેલ છે. અલગ અલગ ઉજવણીને લીધે ભક્તો અન્નકૂટના દર્શન કરવા જાય ત્યારે એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવવી કે નહી ? તેવી દ્વિધામાં મુકાયા છે. વર્ષોથી બગસરામાં અન્નકૂટના દિવસે નવા વર્ષની ઉજવણી કરાતી આવે છે તો આ વર્ષે આવો ફેરફાર કેમ? તેવો પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે.