બગસરામાં રહેતા એક દંપતીને જાહેરમાં અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કિરણબેન નિલેશભાઈ ચુડાસમા (ઉ.વ.૪૦)એ રાહુલભાઈ ચુડાસમા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમને તથા તેના પતિને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને બિભત્સ શબ્દો બોલ્યા હતા.