બગસરામાં ગઈકાલે એસ.ટી.બસ અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ભાઈ-બહેનને ઈજા પહોંચતા રાજકોટ ખસેડવા પડયા છે. જા કે આ અકસ્માતમાં ડ્રાઈવરની ગંભીર ભુલ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. બગસરામાં ગઈકાલે સરકારી દવાખાના પાછળ માંગરોળ-અમરેલી એસ.ટી.બસના ડ્રાઈવરે બમ્પમાં ગાડી ધીમી પાડવાને બદલે બમ્પને તારવવા જતા અકસ્માત સર્જાયો હોવાનુ લોકો જણાવી રહ્યાં છે. બમ્પ વાહનની ગતિને ધીમી પાડવા માટે બનાવવામાં આવતા હોય છે પરંતુ બમ્પ પાસે વાહનને ધીમુ રાખવાને બદલે બમ્પને તારવવામાં આવ્યો હોવાથી ડ્રાઈવરની બેદરકારીનો ભોગ ભાઈ-બહેન બન્યા હતા.