બગસરા શહેરમાં જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્‌યા હતા. મળતી માહિતી મુજબ, બગસરા પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિકાસભાઈ અશોકભાઈ ડાભી, આશિષભાઈ મનોજભાઈ ડાભી, રાહુલભાઈ વિનુભાઈ ડાભી, ભવદીપભાઈ કાળુભાઈ ડાભી, મેહુલભાઈ મુકેશભાઈ ડાભી અને વિશાલભાઈ મુકેશભાઈ ડાભીને જુગાર રમતા ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૧૨,૮૦૦, ગંજીપત્તાના ૫૨ પાના તેમજ જુગાર સંબંધિત અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.