બગસરામાં એક તરૂણીએ ભણીને કારકિર્દી બનાવવાના બદલે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. દીકરીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે તરૂણીના માતા ગીતાબેન હેલૈયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરીએ બે દિવસ પહેલા સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે રૂમમાં સીલિંગ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેના કારણે તેનું મોત થયું હતું. તરૂણીએ કયા કારણોસર આ પગલું ભર્યુ તેની તપાસ કરવામાં આવી રહી છે. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.