બગસરા-માણેકવાડા રોડ પર એક ઢાબા પર ભેંસાણ તાલુકાના પીએસઆઇ નશામાં ધૂત જઇ ચડેલ અને ગાળો આપી લુખ્ખાઓ દ્વારા ઢાબામાં તોડફોડ કર્યા બાદ એસપીના ડરથી થયેલ નુકસાની તેમજ નવો માલસામાન લઇ આપતા રમુજ સર્જાઇ હતી. જાકે, આ બાબતની કોઇ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી. બગસરા-માણેકવાડા રોડ પર એક પરપ્રાંતીય દાલબાટીનો ઢાબો ચલાવે છે. તાજેતરમાં રાત્રે ભેંસાણ પીએસઆઇ ત્યાં ગયા હતા ત્યારે તેમને ઢાબો ચલાવનારે થોડીવાર બેસવા કહેતા અધિકારીએ ગાળો બોલી, હું તને જાઇ લઇશ કહી જતા રહ્યા હતા. બાદમાં બગસરાના કોન્સ્ટેબલને ઢાબા પર મોકલેલ અને અધિકારીના સાગરીતો દ્વારા ઢાબામાં તોડફોડ કરવામાં આવી હતી. આ હરકતો સીસીટીવીમાં કેદ થયાનું જણાતા થયેલ નુકસાની તથા તોડેલ ફર્નિચર નવું લઇ આપ્યું હતું.