બગસરામાં સતત વરસી રહેલ વરસાદને લીધે મુંજીયાસર ડેમ ઓવરફ્લો થયો છે જેથી હવેથી બગસરા પાલિકા દ્વારા આવતીકાલથી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. એકાંતરા પાણી વિતરણના નિર્ણયથી લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ બાબતે પાલિકા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા દ્વારા જણાવેલ છે કે જ્યારે વરસાદ ન હોવાથી પાણીની ઘટ પડતી હતી ત્યારે ત્રણ દિવસે પાણી વિતરણનો નિર્ણય લેવામાં આવેલ હતો પરંતુ હવે સારા વરસાદને કારણે શહેરને ટૂંક સમયમાં જ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. પાલિકાના આ નિર્ણયને કારણે લોકોમાં ખુશી જાવા મળી રહી છે.