બગસરા પંથકમાં એક નજીવી બાબત પર ઉશ્કેરાઈને એક આરોપીએ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ટાયર ભરી લાવવાની ના પાડવાને કારણે આરોપીએ ફરિયાદીને છરી મારીને ઇજા પહોંચાડી હતી. આ અંગે જીલુભાઇ સુરગભાઇ ખાખડીયા (ઉ.વ.૪૯) એ દિપુભાઇ ભરતભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, “મારી ફોરવ્હીલ કારના ચાર ટાયર ભરીને લઈ આવ.” ત્યારે તેમણે આરોપીને કહ્યું હતું કે, “મારો હાથ દુઃખે છે, જેથી હું ટાયર ભરીને આવી શકું તેમ નથી.” આ બાબત
આરોપીને સારી ન લાગતા, હુમલો કર્યો હતો. આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.






































