અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના જન્મદિનની સેવાકીય કાર્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી. બગસરા શહેરમાં આવેલી સિવિલહોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યુ હતું તેમજ દર્દીઓને જલદી સાજા થવાની શુભકામના પાઠવી હતી. દર્દીઓને ફ્રૂટ વિતરણ સમયે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપભાઈ ભાખર, હિરેનભાઈ યાદવ, ધીરૂભાઈ માયાણી, અશ્વિનભાઈ કોરાટ, મહેશભાઈ દાણીધારીયા, શહેર યુવા ભાજપ પ્રમુખ નીરવભાઈ ગોંડલીયા, જતીનભાઈ ભુટક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.