બગસરા પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરીફીકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.બગસરામાં પોલીસે જાહેરનામાનો ભંગ કરતા ચાર ઈસમો સામે કાર્યવાહી કરી હતી.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી.જેમાં ત્રાસવાદી, અસામાજીક તત્વો,ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાન,દુકાનો રાખી રહેતા લોકોનો સર્વે કરવા માટે પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી. અસામાજિક
પ્રવૃતિઓને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.