બગસરામાં જાંજરીયા રોડ પર એક ટ્રકમાં રહેલા ઘાસચારામાં અચાનક જ આગી ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતા બગસરા નગરપાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને કાબુમાં લીધી હતી. બગસરામાં જાંજરીયા રોડ પર ઘાસ ભરીને આવી રહેલા એક ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ ટ્રક ડ્રાઈવરે ટ્રકને રોકી દીધો હતો અને તાત્કાલિક નગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. જા કે આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રકને થોડુ એવુ નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે.