બગસરામાં મદન મોહનલાલજીની મોટી હવેલી ખાતે જગદગુરૂ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીના ૫૪૭મા પ્રાદૂર્ભાવ મહોત્સવનું આયોજન ૪ મેના રોજ કરવામાં આવ્યું છે. જેમાં પ્રભાત ફેરી, ધ્વજવંદન, પલના નંદ મહોત્સવ, તિલક આરતી, રાજભોગ દર્શન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ૫૦૦૦થી વધુ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો મહાપ્રસાદનો લાભ લેશે.સાંજે દિપકભાઈ ચત્રભુજભાઇ જોગીનાં નિવાસ સ્થાન આસોપાલવ સોસાયટીથી વર્ણાંગી પ્રસ્થાન કરશે જે બગસરાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇ બગસરા મોટી હવેલી ખાતે પૂર્ણતા પામશે. આ ઉપરાંત રાસેશ્વર બાવાશ્રી તેમના મધુરકંઠે જગદગુરૂ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીનાં વચનામૃતનું રસપાન કરાવશે. આ સમગ્ર કાર્યક્રમ માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ઉત્સવ સમિતિ, મહાલક્ષ્મી મહિલા મંડળ, વૈષ્ણવ યુથ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.