બગસરા ખાતે હરિદ્વારથી નીકળેલી ગાયત્રી પરિવારની જ્યોતિ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બગસરા ગાયત્રી પરિવાર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરી આ યાત્રાને વધાવવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો જેવા કે વિજય ચોક અને ગોંડલિયા ચોક પરથી પસાર થયેલી આ યાત્રાનું સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂલોથી સ્વાગત અને આરતી ઉતારીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજગોર મહેતા પરિવારે પણ યાત્રિકોને ફૂલોથી વધાવ્યા હતા. ત્યારબાદ યાત્રા હોસ્પિટલ રોડ થઈને ગાયત્રી મંદિરે પહોંચી હતી. આ જ્યોતિ કળશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવાનો છે. આગામી ત્રણ દિવસ સુધી આ યાત્રા બગસરા તાલુકાના ૧૧ ગામોમાં ફરશે અને ધર્મ
જાગૃતિનો સંદેશો ફેલાવશે. આ યાત્રા દ્વારા ધાર્મિક ચેતના પ્રગટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.