ટીઆરબી જવાનોની હાજરીમાં જ બસચાલકો વન-વેમાં ઘુસી જાય છે

બગસરા,તા.૧
બગસરા શહેરમાં કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે ત્યારે જાહેરનામાનો એસ.ટી.બસ ચાલકો દ્વારા ઉલાળીયો કરવામાં આવતો હોય તેમ વન-વેમાં વાહન ચલાવવામાં આવી રહ્યાં છે. બગસરામાં કલેકટરે સવારના ૮થી ૧ અને બપોરને ૪થી ૮ વાગ્યા સુધી જાહેરનામુ બહાર પાડયુ છે. જેમાં જાહેરનામા દરમિયાન વાહનો પોલીસ સ્ટેશનથી થઈ અમરેલી તરફ કે જૂનાગઢ તરફ જવાનુ હોય અને કુંકાવાવ નાકા તરફથી શહેરમાં પ્રવેશ કરવાનો હોય છે. પરંતુ આ જાહેરનામાનો ભંગ એસ.ટી.ના ચાલકો કરી રહ્યાં છે. ટીઆરબીના જવાનો બસ સ્ટેશન પાસે બેઠા હોવા છતાં તેમની હાજરીમાં જ બસ કુંકાવાવ નાકા તરફ જતી રહે છે. એસ.ટી.બસ ડ્રાઈવરો વન-વેમાં ઘુસી અન્ય વાહનચાલકો સાથે ઉધ્ધત વર્તન કરતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ બાબતે પોલીસ કડક કાર્યવાહી કરે અને વન-વેનો ભંગ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.