બગસરામાં રહેતા એક યુવક સાથે ‘હું મારું એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયો છું તમે મને રોકડા આપો હું ઓનલાઈન ટ્રાન્સફર કરું’ કહીને ઠગાઈ આચરવામાં આવી હતી. બનાવ અંગે મહંમદનદીમ હુસેનભાઈ ચાનીયા (ઉ.વ.૩૦)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ એટીએમ બહાર ઉભા હતા ત્યારે અજાણ્યા ઈસમે તેમને કહ્યું કે, ‘મારે પૈસા ઉપાડવા છે અને હું મારું એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયો છું. તમે મને રોકડા ૫૦૦૦ આપો. હું તમને ઓનલાઈન ટ્રાન્સફર કરું છું.’ તેમ કહી ફોનમાં રૂ. ૫૦૦૦ કપાઈ ગયાનો મેસેજ બતાવી તેનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.