બગસરા તેમજ આજુબાજુના ગામોમાં મૃત્યુ પામનારાઓના અસ્થિઓને હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જન કરવાનું હોય, ત્યારે બગસરાના સ્મશાનોમાં રહેલા અસ્થિઓના પૂજનનો કાર્યક્રમ આગામી તા.૬ ને સોમવારના રોજ સવારે ૧૦ કલાકે હિન્દુ સ્મશાન, અમરેલી બાયપાસ રોડ ખાતે રાખેલ છે. કોઇ સ્વજનનો ટેલિફોનીક સંપર્ક થઇ ન શક્યો હોય, તેવા સ્વજનોએ અસ્થિપૂજન કાર્યક્રમમાં હાજર રહેવા દીપકભાઇ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.